સ્ટેપ 1 : તમારો મોબાઇલ નંબર અને રીચાર્જ ની રકમ લખી '' Proceed '' પર ક્લીક કરો.


સ્ટેપ 2 : તમે ઍંટર કરેલા મોબાઇલ નંબર અને રીચાર્જ રકમ ને ચકાસી '' Procees to Pay '' પર ક્લીક કરો.


સ્ટેપ 3 : જો આપ પહેલી વાર આ વેબસાઇટથી રીચાર્જ કરી રહ્યા હોય તો ન્યૂ યૂજ઼ર - ક્રિઍટ ઍકાઉંટ પર ક્લીક કરો.


સ્ટેપ 4 : નીચે મુજબ '' ન્યૂ યૂજ઼ર '' માટે તમારો મોબાઇલ નંબર, ઈમેલ આઇડી અને તમારો પાસવર્ડ ઍંટર કરો અને '' Sign Up'' પર ક્લીક કરો.


સ્ટેપ 5 : ફરીથી, તમે ઍંટર કરેલા મોબાઇલ નંબર અને રીચાર્જ રકમ ને ચકાસી '' Procees to Pay '' પર ક્લીક કરો.


સ્ટેપ 6 : તમારા ડેબિટ કાર્ડ ( ATM કાર્ડ ) પર નીચે મુજબ દર્શાવેલ કાર્ડ નંબર, ઍક્સપાઇરી ડેટ અને/અથવા CVV નંબર ઍંટર કરો અને ત્યાર બાદ '' Proceed Securely '' પર ક્લિક કરો.


સ્ટેપ 7 : અમુક ડેબિટ/ATM કાર્ડમાં ઉપરનાં સ્ટેપ 6 પછી ટ્રાન્ઝેક્શન થઈ જતુ હોય છે જ્યારે અમુક ડેબિટ કાર્ડમાં જો તમે પહેલી વખત ઉપયોગ કરી રહ્યા હોય તો ઉપરના સ્ટેપ 6 પછી ડેબિટ/ATM કાર્ડ રજિસ્ટ્રેશનનું ફોર્મ ખૂલી શકે છે.

ડેબિટ/ATM કાર્ડ રજિસ્ટ્રેશનમાં તમારે ફોર્મમાં  દર્શાવેલ વિગતો ઍંટર કરવાની રહેશે. ઍમાં તમારા ડેબિટ/ATM કાર્ડનો પાસવર્ડ પણ પુછવામાં આવશે અને તમને ઍક પાસવર્ડ પણ બનાવીને ઍંટર કરવાનું
કહેશે. જેને નૉર્મલી 3ડી સીક્યૉર પાસવર્ડ પણ કહેવામાં આવે છે, જે ભવિષ્યનાં કોઈપણ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નીચે મુજબ પુછવામાં આવશે. જે ઍંટર કરવાથી જ ટ્રાન્ઝેક્શન પુરું
થશે. (ખાસ નોંધ : ડેબિટ/ATM રજિસ્ટ્રેશન ફોર્મ માં તમે જે વિગતો ઍંટર કરો છો ઍ ઍક નૉટપૅડ માં સેવ કરી લેવી. ભવિષ્યમાં જરૂર પાડી શકે છે. )
 


સ્ટેપ 8 : તમારું રીચાર્જ સફળ થયાનો મેસેજ સ્ક્રીન પર દેખાશે.